TICKER

6/recent/ticker-posts

AMC Junior Clerk bharti 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓ પર ભરતી અહીથી અરજી કરો

AMC Junior Clerk bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્કની કુલ 612 જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં યોગ્ય અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોય તો આ લેખને અંત સુધી વાંચો 



અમદાવાદ મહાનગરપાલિકા જુનિયર ક્લાર્ક ભરતી 2024

ભરતી બોર્ડ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટ નું નામ સહાયક જુનિયર ક્લાર્ક
ખાલી જગ્યાઓ 612
છેલ્લી તારીખ 15/4/2024
સતાવાર વેબસાઇટ Ahmedabadcity.gov.in

AMC Junior Clerk bharti 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓ પર ભરતી અહીથી અરજી કરો

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 216 જગ્યાઓ પર AMC Junior Clerk bharti 2024 માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા ભરતી નું ઓનલાઈન ફોર્મ ભરવાનું 15 માર્ચ 2024 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 સુધી ચાલશે આ ભરતી માં જે પણ ઉમેદવાર પાત્રતા માપદંડ પૂર્ણ કરે તેઓ આ ભરતી ની સતાવાર વેબસાઇટ ની મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે અને અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 ની અન્ય વિગતો જેમ કે પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, લાયકાત, પગારધોરણ, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

ખાલી જગ્યા 612
લાયકાત કોઈપણ માન્ય વિધાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ
પગારધોરણ હાલ ફિક્સ 26,000 ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ
વય મર્યાદા 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હોય

CCC ની લાયકાત અંગે સ્પષ્ટતા


ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમોની જોગવાઈ અનુસાર કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ તમે ધરાવો છો તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ અભ્યાસક્રમ મુજબના કોમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું કોઈપણ સંસ્થાનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

વધુમાં માન્ય યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તો તેવા પ્રમાણપત્ર માન્ય રહેશે. ધોરણ 10 અથવા ધોરણ 12 માં માર્કશીટમાં કોમ્પ્યુટર વિષય હોય તો પ્રમાણપત્રની જરૂરૂ નથી.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી ફી

બિન અનામતવર્ગ (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ 500 રૂપિયા તથા આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ (દિવ્યાંગજન સિવાયના) ઉમેદવારોએ અરજીદીઠ 250 રૂપિયા ઓનલાઈન તારીખ 25/04/2024 સુધીમાં ભરવાના રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં 

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો 
અરજી કરવા અહી ક્લિક કરો
Homepage અહી ક્લિક કરો
Whatsaap ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

Post a Comment

0 Comments