TICKER

6/recent/ticker-posts

6 places to visit in Ahmedabad :- અમદાવાદ ના 6 જોવાલાયક સ્થળો અને તેના વિશે માહિતી

 અમદાવાદ ના 6 જોવાલાયક સ્થળો અને તેના વિશે માહિતી 

અમદાવાદ ના ફરવા લાયક સ્થળો ની માહિતી, ગુજરાત માં શું શું ફરવા લાયક છે, ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ, અમદાવાદ ના ફેમસ ફરવા લાયક સ્થળો, અમદાવાદ ના મુખ્ય ફરવા લાયક સ્થળો 

આજે અમે તમને જણાવીશું અમદાવાદમાં તથા અમદાવાદથી નજીક આવેલા ફરવાના સ્થળો વિશે સંપૂર્ણ માહિતી. અમદાવાદ શહેરને હેરિટેજ સિટી નો દરજ્જો મળેલો છે. અમદાવાદ પ્રાચીન ઈમારતો, તળાવ, કૂવા, વાવ, મંદિર, આશ્રમ, કિલ્લો તથા દરવાજા વગેરેથી સમૃદ્ધ શહેર છે. તો ચાલો જાણીએ અમદાવાદના આધુનિક અને પ્રાચીન સ્થળો વિશે.

1.દાદા હરિની વાવ :- અમદાવાદ નું જોવાલાયક સ્થળ 

અસારવામાં આવેલી આ વાવનું નામ ભલે દાદા હરિની વાવ રહ્યું પરંતુ ખરેખર તે બંધાવી છે એક મહિલાએ. કહેવાય છે કે મહંમદ બેગડાના સમયમાં તેના અંતઃપુરમાં સંબંધ ધરાવતી કોઈ બાઈ હરિ નામની મહિલાએ આ વાવ બંધાવી હતી. તે સમયે ચાલતા મહંમદી નામામાં આ વાવ બનાવવા 3,29,000નો ખર્ચ થયો હતો.

વાવની પાછળની તરફ જ બાઈ હરિની મસ્જિદ અને રોજો આવેલો છે. દાદા હરિની વાવ કદાચ અમદાવાદ શહેરમાં આવેલી એક માત્ર વાવ છે જે વારસો સાચવી રહી છે. યોગ્ય જાળવણી થવાને કારણે આ વાવ આજે ખૂબ સુંદર સ્થિતિમાં છે. વાવમાં હજી પણ ક્યારેક પાણી નીકળી આવે છે. જેનો અહેસાસ તમે વાવના કૂવા સુધી પહોંચો તો ત્યાંની અદભૂત ઠંડક જ કરાવી દે. વાવની અંદરનું કોતરણીકામ પણ સુંદર છે, તો આ વાવમાં ફારસી અને સંસ્કૃત ભાષામાં બે અભિલેખ પણ છે, જે સાબિતી છે કે હેરિટેજ સિટીમાં વારસો સચવાયો તો છે.

2, હઠીસિંહ ના દેરા  :- અમદાવાદ નું જોવાલાયક સ્થળ 

સફેદ આરસપહાણમાંથી બનાવેલ આ નોંધપાત્ર ભવ્ય મંદિર, પેઢી પછી પેઢીના ઘણા જૈન પરિવારો માટે પવિત્ર છે. 1548 ના જૈન તીર્થંકર, શ્રી ધર્માનાથને સમર્પણ તરીકે સમૃદ્ધ વેપારી શેઠ હુશીશીંગ દ્વારા 10 લાખ રૂપિયાની અંદાજિત કિંમતની કિંમતે 1848 એ.ડી. માં બાંધવામાં આવી હતી. પથ્થરમાં કામ કરતા પરંપરાગત કારીગરો સોનાપુરા અને amp; સલામત સમુદાયો. સલાટ સમુદાયે કિલ્લાઓ, મહેલોથી મંદિરો સુધીના આર્કિટેક્ચરની શ્રેષ્ઠ કૃતિઓ બનાવી.

6 places to visit in Ahmedabad :- અમદાવાદ ના 6 જોવાલાયક સ્થળો અને તેના વિશે માહિતી


3.ઝૂલતો મિનાર :- અમદાવાદ નું જોવાલાયક સ્થળ

એકને હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના મિનારા. આવા મિનારા ઈ. સ. 1445માં બનેલી રાજપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં છે. અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી બીબીની મસ્જિદના ત્રણ કમાનદ્વારવાળા મુખ્ય મુખ ભાગ પર વચ્ચેની કમાનની બંને તરફ એક એક એમ બે મિનાર આવેલા છે. તેમાંથી એક વીજળી પડવાથી ખંડિત થયો હોવાથી છતની ઊંચાઈ જેટલો જ હયાત છે. એક લોકવાયકા પ્રમાણે અંગ્રેજોએ ઝૂલતા મિનારાનું તકનીકી રહસ્ય જાણવા આ ખંડિત થયેલો મિનાર તોડાવ્યો હતો. અમદાવાદની મોટાભાગની મસ્જિદોમાં જેમ મિનારમાં સર્પાકાર નિસરણી નીચેથી જ શરૂ થાય છે તેમ આ મિનારમાં નથી. મિનાર પર પહોંચવા માટે મસ્જિદની છત સુધી દીવાલની જાડાઈમાં બનાવાયેલ નિસરણીનો ઉપયોગ જરૂરી બને છે અને ત્યારબાદ સર્પાકાર નિસરણીથી ઉપર ચઢાય છે. આ મસ્જિદના પાંચ સુંદર મહેરાબમાં હિંદુ સ્થાપત્યની ભાત ધ્યાનાકર્ષક છે. તે ઉપરાંત મસ્જિદની ઉત્તર દિશામાં પ્રવેશમંડપ છે જેના પરના ઘૂમટની કોતરણી ઉલ્લેખનીય છે.


4. ભદ્ર નો કિલ્લો :- અમદાવાદ નું જોવાલાયક સ્થળ 

ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે અને તેનું નિર્માણ સુલતાન અહેમદ શાહે 1411 એડીમાં કરાવ્યું હતું. કિલ્લામાં ઘણા મંદિરો, મસ્જિદો, મહેલો અને અન્ય બાંધકામો હતા. આ કિલ્લાનું નામ મરાઠાઓના શાસન દરમિયાન બંધાયેલ ભદ્ર કાલી મંદિરની હાજરીને કારણે પડ્યું હતું. એવું પણ કહેવાય છે કે સુલતાન અહેમદ શાહે કિલ્લામાં પ્રવેશવા માટે ભદ્ર દરવાજો બંધાવ્યો હતો અને તેથી જ આ કિલ્લાને ભદ્રનો કિલ્લો કહેવામાં આવે છે.


5.રિવરફ્રન્ટ સાબરમતી :- અમદાવાદ નું જોવાલાયક સ્થળ

આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતા નદીના દરેક કાંઠે પાણીના કિનારે એક બે સ્તરનું, સતત વાતાવરણ છે. નિમ્ન સ્તરનું પ્લેનડૅડ પદયાત્રીઓ અને સાઇકલ સવારોને સેવા આપવા અને પાણીની પહોંચ આપવા માટે પાણીના સ્તરની ઉપર બાંધવામાં આવે છે. ઉપલા સ્તરના પ્લેનડે શહેરના સ્તરે વિવિધ જાહેર સુવિધાઓનું આયોજન કરશે. આ સાથે અમદાવાદને અવિરત, પગપાળા ચાલનારા વૉકવે, શહેરના હૃદયમાં આશરે 11.5 કિમી લંબાઈ સાથે પૂરી પાડે છે.


6. ગાંધી આશ્રમ :- અમદાવાદ નું જોવાલાયક સ્થળ  

સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર આપણા ગાંધી બાપુએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ બનાવ્યો હતો જે હરિજન આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પ્રખ્યાત છે. ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ આ આશ્રમ બનાવવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમ એ અમદાવાદનુ સૌથી મહત્વનુ પર્યટન સ્થળ છે. ગાંધીજીવન, તેમની કૃતિઓ તેમની સફળતા-નિષ્ફળતાની યાદ તાજી કરવા માટે અસંખ્ય ભારતીય તેમજ વિદેશી પ્રવાસીઓ અહીં આવે છે. અહીં ઉપાસના મંદિર, મગન નિવાસ, હ્રદય કુંજ, આશ્રમ મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, પુસ્તકાલય આર્કાઈવ્ઝમાં તમને ગાંધીજી, તેમના પરિવાર, તેમની જીવન જીવવાની રીત વિશે ઘણુ બધુ જાણવા મળે છે.


વોટ્સઅપ ગ્રુપ માં જોડાવાઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો

Post a Comment

0 Comments