TICKER

6/recent/ticker-posts

અનુલોમ-વિલોમ શરીરની કેટલીય સમસ્યાઓની માસ્ટર-કી છે


આજે વિશ્વ યોગ દિવસ, ભારતની નવી ઓળખ

- પ્રસંગપટ

- યુવાનોમાં યોગ કરતાં ઝુમ્બા ક્લાસનો ક્રેઝ વધારે છે. યોગિક કસરત કોઈ પણ ઉંમરે થઈ શકે છે

આજે વિશ્વ યોગ દિવસ છે. ૨૧ જૂનને વિશ્વભરના લોકો ઉજવીને નિયમિત યોગમાંથી મળતી શક્તિનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ યુગમાં આપણે બેટરી રીચાર્જનું મહત્ત્વ સમજી ગયા છીએ. એટલેજ સાથે રીચાર્જ માટેની ચાર્જીંગ સિસ્ટમ રાખવાનું ભૂલતા નથી. જ્યારે ડિજિટલ ઉપકરણ ચાર્જ થયેલું ના હોય ત્યારે તે ડબ્બો બની જાય છે. એવું જ યોગ વિનાના મન અને માનવશરીરનું છે. માનવશરીરના દરેક અંગને રોજીંદા રીચાર્જની જરૂર હોય છે. આપણા ઋષિ મુનિઓ યોગની સમજ આપતા હતા, પરંતુ તેને હિન્દુ ઘર્મ અને નવરા લોકોની કસરત સાથે ખપાવી દેવાયું હતું.

ભારતના યોગ ગુરૂઓએ વિશ્વમાં યોગની ઓળખને પ્રસરાવીને ભારતનેનવી ઓળખ આપી છે. વી.કે.એસ. અયંગર, પરમહંસ યોેગાનંદ, કૃષ્ણ પટ્ટાભી જોઇસ જેવા યોગ ગુરૂઓએ વિશ્વમાં લાખો લોકોને યોગનું શિક્ષણ આપ્યું છે. દિવંગત વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના યોગ ગુરૂ તરીકે ધીરેન્દ્ર બ્રહ્મચારી બહુ જાણીતું તેમજ વગોવાયેલું નામ છે. વડાપ્રધાન મોદીએ વિશ્વભરમાં ૨૧મી જુનને યોગ દિવસ જાહેર કરવા માટે કરેલા પ્રયાસને તમામ દેશોએ પ્રતિભાવ આપતાં આજે આખું વિશ્વ અનુલોમ-વિલોમ કરતું નજરે પડશે.   

યોગાસનોે ભારતની પ્રાચીન ઓળખ છે. જ્યારે મેડિકલ સાયન્સનો ઉદ્ભવ નહોતો થયો ત્યારે યોગાસનો એક માત્ર ઉપચાર હતો.નવા સંશોધનોએ પ્રાચીન સોના જેવી સમજને દૂર હડસેલી દીધી હતી. મોગલ શાસકો અને અંગ્રજ શાસકોમાં યોગને ઓળખવાની અક્કલ નહોતી એટલે તે સમાજજીવનમાંથી દૂર હડસેલાઇ ગયું હતું. હવે ફરી યોગની અગત્યતા વિશ્વમાં પ્રસરી છે ત્યારે દરેકે તેનો લાભ ઉઠાવવો જોઇએ. હવે સમાજ જીવન રોકેટ સ્પીડવાળું બનતું જાય છે. લોકો સમયસર જમી નથી શકતા તો પછી યોગ પાછળ સમય કેવી કીતે ફાળવી શકે?  લોકો આર્થિક ઉપાર્જન માટે જોબ કરતા હોય છે અને બહાર ફરતા હોય છે એટલે સમય ફાળવી શકતા નથી. તેવા લોકો પણ ઓફિસ ચેરમાં બેઠા બેઠા કેટલાંક આસન ખૂબ આસાનીથી કરી શકાય છે. હાથ અને પગ આગળ પાછળ સ્ટ્રેચ કરવા, પેટ દબાય તેવી રીતે બેસવું અને હાથપગના જોઇન્ટસ પર પ્રેશર આવે તે રીતે  ચેર પર બેસીને આસન કરી શકાય છે. જેની જોબ કોમ્પ્યુટર સામે સતત બેસી રહેવાની છે તે ફાઇલ ડાઉનલોડ થતી હોય તે સમય દરમ્યાન અનુલોમ-વિલોમ કરીને શ્વસનતંત્રને સાફ કરી શકે છે. મોટા પેટવાળા પણ ઓફિસચેરમાં બેસીને યોગના લાભો ઉઠાવી શકે છે.

યોગાસન વિનામૂલ્યે શિખવતા વર્ગેામાં સંખ્યા જોવા નથી મળતી. ઘેર લોકો યોગ કરતા હોય છે. યોગાસનો શીખવાડવાનો બિઝનેસ ફૂલ્યો ફાલ્યો છે. કોરોના કાળમાં વિશ્વના લાખો લોકો ઓનલાઇન યોગ કરતા હતા. યુટયબુ પર યોગાસનાની ઢગલો ચેનલો છે. યોગ શીખવાની જિજ્ઞાાસા અનેક લોકોમાં હોય છે. તેમાંથી મોટાભાગના હરખપદૂડા હોય છે. બે-ત્રણ સેશન બાદ લોકો અનિયમિત થતા જાય છે. યોગમાં નિયમિતતા અનિવાર્ય છે. યોગનું માર્કેટીંગ રાસ-ગરબાના ક્લાસ કે ઝુમ્બા ક્લાસ જેવું થયું નથી. ઝુમ્બા ક્લાસ સાથે યોગની સરખામણી ના કરી શકાય, પરંતુ યુવા વર્ગમાં ઝુમ્બા ક્લાસનો ક્રેઝ વધુ જોવા મળે છે. યોગિક કસરતો કોઇ પણ ઉંમરના લોકો કરી શકે છે. તે એકાગ્રતા વધારે છે, મોં પરનું તેજ વઘારે છે, કાર્યક્ષમતા વધારે છે અને ચયાપચયની ક્રિયામાં ચમત્કારીક સુધારો લાવી શકે છે.

સમય નથી એવી બૂમો પાડતા લોકોએ ઓફિસ ચેર પર બેસીને પણ યોગિક કસરતોને પ્રધાન્ય આપવું જોઇએ. દવાની પાછળ પૈસા ખર્ચવા કરતાં યોગ પાછળ સમય આપવો વધુ હિતાવહ છે. આજકાલ જ્યારે યુવા વર્ગ વ્યસની એવી પબજી ગેમ પાછળ સમય બગાડે છે તેમને યોગની દિશામાં વાળીને રાષ્ટ્રધનને મજબૂત બનાવવાની જરુર છે. યોેગ માસ્ટર કી છે. નિયમિત યોગ જીવનની અનેક મુશ્કલીઓનાં તાળા ખોલી શકે છે અને નીરસ જીવનને રીચાર્જ કરી શકાય છે.

Post a Comment

0 Comments